ઈજિપ્તમાં નાઈટ શોપિંગની મજા બંધ થશે

ઈજિપ્તના પાટનગર કેરોમાં સવારના સમયે જીન્સ પેન્ટ ખરીદવું હોય તો ચોક્કસ મળી જશે, પણ રાતના સમયે એ ક્યાંય નહીં મળે. આનું કારણ એ છે કે ઈજિપ્તની નવી સરકાર ધંધાના કલાકો પર નિયંત્રણ મૂકી દેવા વિચારી રહી છે.

કેરો વિશે એવું કહેવાય છે કે આ શહેર ક્યારેય ઊંઘતું જ નથી.

પણ હવે સરકાર એવો કાયદો લાવવા માગે છે જેને લીધે આખા ઈજિપ્તમાં દુકાનો રાત્રે ૧૦ વાગ્યે બંધ થઈ જશે અને રેસ્ટોરાંઓ મધરાત પછી ખુલ્લી રાખી નહીં શકાય. જો કે આમાંથી હોટેલ્સ તથા બીયર બાર જેવા સ્પેશિયલ લાઈસન્સ ધારકોને બાકાત રખાશે, જ્યાં ટૂરિસ્ટોની અવરજવર વધારે રહે છે.

સરકારનો હેતુ વીજળી બચાવવાનો અને કામદારોમાં ઉત્પાદનક્ષમતા વધારવાનો છે.

સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ‘બડ્ડુ’ દ્વારા ૨૦૧૧માં ‘૨૪ કલાક સુધી સૌથી વ્યસ્ત રહેતા વિશ્વના શહેરો’ અંગે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો એમાં કેરોને નંબર વન મળ્યો હતો. અહીં મોડી રાતે પણ ટ્રાફિક જામ રહેતો હોય છે, નાઈટલાઈફ ધમધોકાર ચાલતી હોય છે.

નવા કાયદા પ્રધાન અહમદ ઝાકી બદ્રનું કહેવું છે કે લોકો રાતે સમયસર સૂઈ જાય તો બીજા દિવસે સવારે સમયસર કામ પર હાજર થઈ શકે. અમે તેમને સૂર્યાસ્તના સમયે જ સૂઈ જવાનું નથી કહેતા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Travel