પેરિસ – વિશ્વની સાત અજાયબીઓમાં જેની ગણના કરવામાં આવે છે તે અહીંના એફિલ ટાવરનું વિસ્તરણ કરવાનો પેરિસના સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે, પણ આ વિસ્તરણ ધરતીની ઉપર નહીં, પણ ધરતીની અંદર કરાશે. કારણ કે તેમનું માનવું છે કે ઈમારતને જમીન ઉપર વધારવાથી પેરિસની જ્યોમેટ્રી બગડી જાય.
પેરિસ કાઉન્સિલે એફિલ ટાવરના અન્ડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરી છે. તેઓ એ વિશે હજી વધારે અભ્યાસ કરશે.
બેઠકમાં એવો નિષ્કર્ષ આવ્યો કે ગ્રાઉન્ડ લેવલ પર ઈમારતનું વિસ્તરણ કરવું શક્ય નથી, કારણ કે અન્ય બે સિદ્ધિસમા ઈમારત – ઈકોલ મિલિટેર અને ટ્રોકેડેરોના દ્રશ્યમાં કોઈ ફરક પડવો ન જોઈએ.
પ્રોજેક્ટમાં ભૂગર્ભમાં બે માળવાળા નવા બાંધકામનો પ્રસ્તાવ છે જેમાં ટિકિટ બૂથ, એફિલ ટાવર મ્યુઝિયમ, બાળકોની સુવિધા માટેનો એરિયા તથા મુલાકાતીઓ માટેની અન્ય સવલતોનો સમાવેશ થાય છે.
મુલાકાતીઓને હાલ ટિકિટો લેવા માટે એફિલ ટાવર ફરતે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે અને એ ભીડને કારણે ઘોંઘાટ પણ થતો હોય છે.



















