નિષ્ણાતોની નજરેઃ ફરવાલાયક આઠ નવા દેશ

ટ્રાવેલ નિષ્ણાતોએ વિશ્વમાં ઉભરતા પ્રવાસન સ્થળો તરીકે આઠ દેશોને પસંદ કર્યા છે. જેની વિગત નીચે મુજબ છેઃ

યુગાન્ડાઃ

પર્યટકોને આકર્ષિત કરવા માટે આ દેશની સરકારે અનેક ઉત્સાહપ્રેરક પગલાં લીધા છે. અહીંનું વન્યજીવન નિહાળવાની તક ટૂરિસ્ટો જતી કરવાનું પસંદ કરતા નથી. આ દેશ આઝાદીનું ૫૦મું વર્ષ ઊજવી રહ્યો છે અને પાટનગર કમ્પાલામાં અનેક વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

લેબેનોનઃ

અહીંનું પાટનગર બિરુત જાણે રાખમાંથી બેઠું થયું છે. ઈતિહાસ, સંસ્કૃતિ, સંગીત અને દરિયાકિનારાઓની મજા તો અહીં આવે એને જ માણવા મળે.

વિયેટનામઃ

યુએસ ટુર ઓપરેટરોના મતે ઉભરતા દેશોની યાદીમાં વિયેટનામને ટોચ પર મૂકી શકાય. અહીં અનેક એવા સરસ જોવાલાયક સ્થળો છે જેની પર્યટકોએ કલ્પના પણ કરી નહીં હોય.

આર્જેન્ટિનાઃ

અહીંના પાટનગર બ્યુનોસ આયર્સ ઝાકઝમાળ તો જાણીતી છે જ, પર્યટકો સવાર-બપોરના સમયે સમુદ્રકિનારાઓ અને વન્યજીવન સ્થળો જોવાનો આનંદ માણી શકે છે, તો સાંજ-રાતને યાદગાર બનાવવા માટે અનેક હોટેલો છે.

આલ્બેનિયાઃ

આલ્બેનિયન રીવીએરા વિશે ઘણું લખાઈ ગયું છે, પણ ટૂરિસ્ટો અહીંના સમુદ્રકિનારાઓની સુંદરતા નિહાળીને પણ ખૂબ પ્રભાવિત થાય છે. અહીંનું ટ્રાન્સપોર્ટ આસાન નથી, પણ સ્કાય-બ્લુ દરિયાને જોઈને જાણે આંખોમાં ભરી લેવાનું મન થાય.

શ્રીલંકાઃ

આંતર-વિગ્રહનો અંત આવી ગયો  છે તેથી શ્રીલંકા પર્યટકોનું પ્રિય સ્થળ બન્યું છે. પ્રવાસન ઉદ્યોગ અહીં ઝડપથી વિકાસ પામી રહ્યો છે. અહીં પણ દરિયાકિનારાની સુંદરતા વિદેશોમાંથી આવતા લોકોનું મન મોહી લે છે. દેશના ઉત્તરીય ભાગમાં નવા નવા રિસોર્ટ ડેવેલપ થઈ રહ્યા છે.

પનામાઃ

કેનાલ ખાતે ફરવા જાવ અને આનંદ માણો એવી ન્યૂ યોર્ક ટાઈમ્સે ખાસ ભલામણ કરી છે. પનામાનું અર્થતંત્ર વિકાસ પામી રહ્યો છે તેથી સરકાર વધુ સંખ્યામાં વસાહતીઓ અને પર્યટકોને આવકારે છે.

સુદાનઃ

આફ્રિકા ખંડમાં સુદાનનો હિસ્સો માંડ આઠ ટકા છે, પરંતુ અહીં એવા ઘણા સ્થળો છે જેને પર્યટકોએ જોયા નથી. આદિવાસી કોમોની વિશાળ વસ્તીને લીધે આ દેશમાં પ્રાચીનકાળની અનેક નિશાનીઓ જોવા મળે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Travel