વિશ્વની સૌપ્રથમ પેન-આફ્રિકન સસ્તા ભાડાની એરલાઈન છે ફાસ્ટજેટ. તેની કમર્શિયલ સેવાઓના પહેલા જ દિવસે એને અઢળક ડિમાન્ડ મળતાં એમનો ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો.
એનું પહેલું પેસેન્જર વિમાન દાર-એ-સલામ અને મવાન્ઝા વચ્ચે ઉડ્યું હતું. બીજું વિમાન દાર-એ-સલામથી ટાન્ઝાનિયાના કિલીમાન્જેરો ગયું હતું.
એણે આઠ ફ્લાઈટ્સમાં ૯૦૦ જેટલા મુસાફરોને પ્રવાસ કરાવ્યો હતો.
મુસાફરો તરફથી જે પ્રતિસાદ મળ્યો છે તેનાથી પ્રભાવિત થઈને ફાસ્ટજેટે આ રૂટ પર વધારે ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં, કંપની આવનારા સપ્તાહોમાં જ તેના પ્રાદેશિક રૂટ નેટવર્કનું વિસ્તરણ કરશે. એ પોતાના કાફલામાં ત્રણ એરબસ એ-319 વિમાનનો ઉમેરો કરશે.
બ્રિટનની સસ્તા ભાડાવાળી ઈઝીજેટ એરલાઈનના સ્થાપક સ્ટેલીઓઝ હાજી-લોનૂ અને લંડન શેરબજારમાં લિસ્ટેડ રૂબિકોન ડાઈવર્સિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ્સ કંપનીએ આ વર્ષના આરંભમાં ફાસ્ટજેટ એરલાઈનની સ્થાપના કરી હતી.
હાજી-લોનૂના ઈઝીગ્રુપ અને રૂબિકોને આફ્રિકામાંનો એવિએશન બિઝનેસ આફ્રિકાના ઔદ્યોગિક ગૃહ લોન્હો પાસેથી ગયા જૂનમાં ખરીદ્યો હતો.



















