કશ્મીરમાં પ્રવાસ કરવામાં હવે જોખમ નથીઃ બ્રિટન

ભારતના સરહદીય રાજ્ય જમ્મુ અને કશ્મીરના કેટલાક ભાગોમાં પ્રવાસ ન કરવાની બ્રિટિશ સરકારે તેના નાગરિકોને ચેતવણી આપી હતી, પણ હવે આ રાજ્યમાં પરિસ્થિતિમાં સુધારો થતાં બ્રિટને તે ચેતવણી ઉઠાવી લીધી છે.

મનોહર દ્રશ્યોવાળા સરોવરો પર સુશોભિત, આકર્ષક હાઉસબોટ્સ, સ્વચ્છ આબોહવા અને પહાડી સૌંદર્ય માટે જાણીતા કશ્મીરમાં ઉગ્રવાદને કારણે પર્યટનને ફટકો પડ્યો હતો.

પરંતુ હવે બ્રિટિશ હાઈ કમિશને પોતાની વેબસાઈટ પર નવો સંદેશો મૂક્યો છે કે, અમે જમ્મુ અને કશ્મીરના પ્રવાસે ન જવાની હવે કોઈ ચેતવણી આપતા નથી. જમ્મુથી શ્રીનગર હાઈવે ઉપર પણ ટ્રાવેલ કરવામાં કોઈ જોખમ નથી.

જમ્મુ અને કશ્મીરના ઉનાળુ પાટનગર શ્રીનગર દાલ લેક માટે ફેમસ છે જ્યારે જમ્મુ શહેર રાજ્યનું શિયાળુ પાટનગર છે.

બ્રિટિશ હાઈ કમિશનર જેમ્સ બેવને કહ્યું છે કે જમ્મુ અને કશ્મીરમાં સુરક્ષાની પરિસ્થિતિમાં ઘણો જ સુધારો થયો છે. બ્રિટિશ નાગરિકો હવે જમ્મુ અને શ્રીનગરના પ્રવાસે જઈ શકે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Travel