પેટ હોટેલ્સઃ કૂતરાઓની જ્યાં ફાઈવ-સ્ટાર કાળજી લેવાય છે

અમેરિકામાં અન્ય ઉદ્યોગોની સાથે લક્ઝરી પેટ હોટેલ ઉદ્યોગ પણ વિકાસ પામી રહ્યો છે.

ડી પેટ હોટેલ્સ નામની એક લક્ઝરી હોટેલ માત્ર કૂતરાઓ માટેની છે. હોલીવૂડમાં આ હોટેલ જોરદાર ચાલવા માંડી એનાથી પ્રોત્સાહિત થઈને તેના માલિકો હવે ન્યૂ યોર્ક અને સ્કોટ્સડેલમાં પણ આવી હોટેલ શરૂ કરી છે.

સ્કોટ્સડેલની હોટેલમાં કૂતરાઓને ફૂલ્લી એરકન્ડીશન્ડ ઈન્ડોર ડોગ્સ પાર્ક્સ, લેમ્બોર્ગિની અને પોર્શ જેવી ડ્રાઈવરસહિત વૈભવશાળી કારોમાં સહેલગાહ, લક્ઝરી પથારીઓ, બાઉલ્સ અને બેગ્સ, ઓર્ગેનિક ફૂડ પીરસતી ઈન-હાઉસ બુટીક જેવી ફાઈવ સ્ટાર સુવિધાઓ ઉપલબ્ધ કરાય છે.

ન્યૂ યોર્કમાં ડી પેટ હોટેલ ચેલ્સીમાં આવી છે. ત્યાં કૂતરાઓ માટે ફૂલ સાઈઝની પથારી, ડીવીડી પ્લેયર્સ અને ફ્લેટ-સ્ક્રીન ટીવી, ઉપરાંત ડોગ ટ્રેડમિલ સાથેનું ડોગી જિમ, લાઉન્જ, સ્પા, રીટેલ બુટીક જેવી સુવિધાઓ છે. સ્પામાં ઓઈલ ટ્રીટમેન્ટ, ફિટનેસ સર્વિસ આપવામાં આવે છે.

લક્ઝરી પેટ હોટેલ્સમાં માનવજાતિના આ વફાદાર પ્રાણી માટે ક્વૉલિટી સભર સેવા-સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવાથી તે વધુ ને વધુ લોકપ્રિય થતી જાય છે.

ડલ્લાસમાં ફાઈવ-સ્ટાર પેટ હોટેલને નામ આપવામાં આવ્યું છે, ‘પૂક’. અહીંના સ્પામાં કૂતરા, ગલુડિયાઓને ફેસિયલ, મસાજ અને ટૂથ-બ્રશિંગ પણ કરી આપવામાં આવે છે.

બ્રાઝિલમાં પણ બે ઉદ્યોગપતિઓ ખાસ કૂતરાઓ માટે આઠ-માળની લવ હોટેલ બંધાવી રહ્યા છે. આ પ્રોજેક્ટ માટે તેમણે ૧૦ લાખ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Travel