પેરિસમાં શોપિંગનો મળશે અનોખો અનુભવ

માસ્ટરકાર્ડે ગયા વર્ષે ન્યૂ યોર્ક અને લંડનમાં ‘પ્રાઈસલેસ સિટીઝ’ નામે એક કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. હવે આ વખતની ક્રિસમસમાં પેરિસમાં યોજશે. તેને લીધે ફ્રાન્સના પાટનગર શહેરમાં લોકોને શોપિંગનો અનોખો અનુભવ પ્રાપ્ત થશે.

પ્રાઈસલેસ પેરિસ યોજનાનો લાભ લેનાર માસ્ટરકાર્ડના ક્લાયન્ટ્સને ૬ કેટેગરીમાં અનેક ઈવેન્ટ્સનો આનંદ માણવા મળશે. આ કેટેગરી છે – ગેસ્ટ્રોનોમી, મ્યૂઝિક એન્ડ થિયેટર, મ્યૂઝિયમ્સ એન્ડ આઉટિંગ્સ, ટ્રાવેલ એન્ડ હોટેલ્સ, સ્પોર્ટ્સ એન્ડ વેલનેસ તથા શોપિંગ…

માત્ર પેરિસના જ નહીં, પણ વિદેશી પર્યટકો પણ આ સ્કીમનો લાભ લઈ શકશે અને પેરિસભરમાં આયોજિત અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે.

આવતા વર્ષ માટે લગભગ ૫૦૦ જેટલા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે માસ્ટરકાર્ડ સભ્યો માટે રીઝર્વ રાખવામાં આવ્યા છે.

પ્રાઈસલેસ પેરિસના પાર્ટનર્સ ઘણા છે જેમ કે, ઓપેરા નેશનલ દ પેરિસ, ઈકોલ વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ, હેલન ડેરોઝ, પ્લાઝા એથ્ની હોટેલ, મ્યૂઝિયમ ઓફ ડેકોરેટિવ આર્ટ્સ, સેલ પ્લેયલ, કોમ્પ્ટર દ આઈ’હોમ એટ સિટીવિઝન.

માસ્ટરકાર્ડ ન્યૂ યોર્ક, લંડન, ટોરન્ટો, બીજિંગ, સિડની, શિકાગો, રીયો ડી જેનેરો અને મોસ્કોમાં પણ પ્રાઈસલેસ ઈવેન્ટ્સનું આયોજન કરે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Travel