સ્પેસ ટૂરિઝમમાં ક્રાંતિ લાવવા માગે છે બ્રાન્સન

લંડન – બ્રિટનના ઉદ્યોગપતિ રિચર્ડ બ્રાન્સને સ્થાપેલા વર્જિન ગ્રુપે હાથ ધર્યું છે, વર્જિન ગેલેક્ટિક સ્પેસ ટૂરિઝમનું નવું સાહસ. આ માટે અવકાશ સફર પર સૌથી પહેલા જશે એ પોતે અને તેમના પરિવારજનો.

ફાર્નબરો એર શૉ વખતે પોતાની યોજનાની જાણકારી આપતા બ્રાન્સને કહ્યું કે એવી આશા છે કે હું, મારો પુત્ર સૅમ અને પુત્રી હોલી ૨૦૧૩ના અંત સુધીમાં સ્પેસશિપ 2 (એસએસ2)માં બેસીને અવકાશની સફરે જઈશું.

એસએસ2ને અવકાશમાં લઈ જશે વિમાન વ્હાઈટનાઈટ-2. આ વિમાનને નવા લોન્ચ વેહિકલ લોન્ચર-1 તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવશે. આ લોન્ચ વેહિકલ નાના સેટેલાઈટ્સને અવકાશમાં તરતા મૂકશે. કૃત્રિમ ઉપગ્રહોને અવકાશમાં મૂકવા પાછળ હાલ જે ખર્ચ થાય છે તેની સરખામણીમાં દસમા ભાગનો ઓછો ખર્ચ અમારા લોન્ચ વેહિકલમાં થશે, એવું બ્રાન્સન કહે છે.

‘અવકાશમાં મારી સૌપ્રથમ સફરમાં આવતા વર્ષે મારી સાથે હોલી અને સૅમ જોડાશે. સ્પેસ બિઝનેસ એ કંઈ ખાવાના ખેલ નથી. એ માટે મારે સતત સજાગ રહેવું પડે છે. વર્જિન ગેલેક્ટિકની સ્થાપનાનો ઉદ્દેશ અવકાશની સફર વિશે લોકોના ખ્યાલમાં ક્રાંતિ લાવી દેવાનો છે, ‘ એમ બ્રાન્સન કહે છે.

અવકાશમાં ૬૦-માઈલ અને બે કલાકની સફરે જવા માટે વર્જિન ગેલેક્ટિકમાં લગભગ સવાસો જેટલા લોકોએ નામ નોંધાવી દીધા છે. એ માટેનો ખર્ચ વ્યક્તિદીઠ ૧,૨૮,૦૦૦ પાઉન્ડ (બે લાખ ડોલર) છે.

લોન્ચર-1 તેની કામગીરી ૨૦૧૬થી શરૂ કરે એવી ધારણા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Travel