ઉત્તર કોરિયામાં મનાવો સ્કી હોલી ડે

ટ્રેકિંગ અને સેલિંગ બાદ હવે સાહસિકોમાં સ્કીઇંગનો શોખ વધી રહ્યો છે. જો તમે સ્કી હોલીડે પ્લાન કરતા હોવ તો ઉત્તર કોરિયાની મુલાકાત જરૂરથી લો. અમેરિકન ટૂર કંપની પ્રવાસીઓ માટે અહીંના ખાસ ટુર પેકેજ ઓફર કરી રહી છે.

ઉત્તર કોરિયામાં પહેલી જાન્યુઆરીથી સૌ પ્રથમ જાહેર સ્કી રિસોર્ટ ખુલ્લુ મૂકાયું છે. ત્યારે ન્યૂજર્સીની યુરી ટુર્સે પાચ અને સાત દિવસના સ્કી હોલે ડે ટુર રજૂ કર્યા છે. પૃથ્વી પરના સૌથી સુંદર સ્કીઇંગ સ્થળ તરીકે જાણીતા ઉત્તર કોરિયાના માસિક પાસ સ્કિઈંગ ગ્રાઉન્ડ્સની આ સફળ તમારી જીવનને રોમાંચથી ભરી દેશે.

ટુર પેકેજની જાહેરાત થતાની સાથે જ છ જેટલા અમેરિકન લોકોએ આ માટે બૂકિંગ કરાવ્યું છે. આ સ્કીઇંગ રિસોર્ટ મુખ્યત્વે ઓક્ટોબરમાં ખુલશે.

આ સ્કી પેકેજમાં ૯ સ્કી દોડ અને ૪ ચેર લિફ્ટ સમાવિષ્ટ છે. માસિક પાસની ટોચેથી (1,360 મીટરની ઉંચાઇએ ૪૦ મિનિટ સુધીની ચેર લિફ્ટ છે.

આ રિસોર્ટ ૧૪૧૨ હેક્ટરમાં ફેલાયેલો છે, અહીં તમામ સ્લોપની કુલ લંબાઈ ૧૧૦૦૦૦ મીટર, જાડાઈ ૪૦થી ૧૨૦ મીટર છે. અહીં મહત્તમ સ્લોપ ૩૯.૮ ડિગ્રી છે, આ રિસોર્ટમાં ૧૨૦ જેટલા રૂમ આવેલા છે. એક દિવસની લોંગ સ્કી લિફ્ટ માટે ૨૫ યુરો ચૂકવવાના રહેશે.

આ સાથે અહીં લેપ પૂલ, ફિટનેસ સેન્ટર, માસાજ, બિલિયર્ડ્સ અને હેર સલૂન પણ આવેલું છે.

માર્ચમાં ટુર ઓપરેટર્સ છ જેટલા ટુર લઈ જરઈ રહ્યા છે. જેની કિંમત યુગલ માટે $1,895 જ્યારે એક વ્યક્તિ માટે $2,850 છે.

Filed in: Travel