ઈટાલીમાં સ્કી હોલીડેઝ માટે અનેક આકર્ષક ઓફર

ઈટાલીમાં આ વખતની મોસમમાં ઘણાયને સસ્તા દરે સ્કી હોલીડેઝની મજા માણવામાં મળશે. કેટલાક ઈટાલીયન સ્કી રીસોર્ટ્સમાં ગયા વર્ષની સરખામણીમાં આ વખતે રહેવા-જમવા સહિત બધી પ્રકારની સેવાઓના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

યુરોપમાં જો કે સૌથી સસ્તા ભાવે સ્કી હોલીડેઝનો આનંદ બલ્ગેરિયામાં માણી શકાશે, પણ ઈટાલીમાં ત્રણ રીસોર્ટે પણ ગ્રાહકોને આકર્ષિત કરવા કિંમતમાં ઘટાડો કર્યો છે. આ ત્રણ રીસોર્ટ છે – લિવિગ્નો, સેસ્ટ્રાયર અને સેર્વિનીઆ.

ઓસ્ટ્રીયામાં પણ બે રીસોર્ટે ખાસ વેકેશન માટે સસ્તા બજેટવાળી ઓફર રજૂ કરી છે.

ઈટાલીયન આલ્પ્સ પર્વતમાળામાં સ્થિત લિવિગ્નોએ વિદ્યાર્થીઓ માટે ખાસ કન્સેશનની જાહેરાત કરી છે.

યુરોપમાં સૌથી સસ્તા સ્કી હોલીડેઝનું રીસોર્ટ છે બેન્સ્કો.

રજાની મોસમમાં પર્યટકોને આકર્ષિત કરવા માટે યુરોપ અને ઉત્તર અમેરિકામાં ૨૭ મોટા રીસોર્ટ વચ્ચે હરીફાઈ જામી છે. સ્કીઈંગનો આનંદ માણવા માટે ૬ દિવસના રોકાણની સાથે સ્કીઈંગની સામગ્રી ભાડેથી આપવા, એક-ટાઈમના ભોજન, તેમજ સ્લોપ્સ ઉપર કોફી, સોડા ડ્રિન્ક્સ, વાઈન અને બીયર જેવા ડ્રિન્ક્સનો પણ સમાવેશ થાય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Travel