સાઉથ કોરિયામાં લોકપ્રિય થઈ છે લાઈટ-રેલ

સોલ – એલિવેટેડ પાટાઓ પર પાતળા કદવાળી રેલકાર સરરર કરતી સરકતી જતી હોય… સાઉથ કોરિયામાં નવી શરૂ કરવામાં આવેલી લાઈટ રેલવેમાં લોકો આહલાદક સફર કરવાનો આનંદ માણે છે.

આ રેલકાર રબરના વ્હીલવાળી અને ડ્રાઈવરવિહોણી લાઈટ રેલ ટ્રાન્ઝિટ (એલઆરટી) છે. સોલની ઉત્તરે આવેલા યોંગ્બૂ શહેરમાં આ સેવા જાહેર જનતા માટે ખુલ્લી મૂકવાની તૈયારીઓ પૂર્ણતાને આરે છે.

સાઉથ કોરિયામાં અન્ય એલઆરટી પ્રોજેક્ટ્સ આર્થિક દ્રષ્ટિએ નિષ્ફળ પુરવાર થયા છે, પણ નવો પ્રોજેક્ટ સફળ જશે એવી સત્તાવાળાઓને આશા છે.

નવી લાઈન, જે ૧૧.૧ કિલોમીટર લાંબી છે જે જાહેર-ખાનગી ભાગીદારી વડે નાખવામાં આવી છે.

નવી એલઆરટી સફળ જશે એવું એટલા માટે ધારવામાં આવે છે કે તે ખૂબ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાંથી પસાર થવાની છે અને તે મુસાફરોને કોઈ સ્ટેશને ઝડપથી પહોંચાડશે જ્યાંથી તેઓ સોલ જવા માટે કનેક્ટ થયેલી મેઈન સબવે લાઈનમાં જોડાઈ શકશે.

૧૫ સ્ટેશનોને જોડતી આ નવી રેલલાઈન શરૂ કરવામાં પાંચ વર્ષ લાગ્યા અને ૫૪૭ અબજ વોન (૪૬.૯ કરોડ ડોલર)નો ખર્ચ થયો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Travel