સ્ટારવૂડ ગ્રુપ ચીનમાં શરૂ કરશે નવી ૧૦૦ હોટેલ

હોંગ કોંગ – વિશ્વપ્રસિદ્ધ સ્ટારવૂડ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ વર્લ્ડવાઈડ ગ્રુપ મોટા પાયે વિસ્તરણ યોજના હાથ ધરી રહ્યું છે. આ બ્રાન્ડ ચીનમાં ૧૦૦થી વધારે હોટેલોની દેખરેખનું કાર્ય કરી જ રહ્યું છે અને બીજી ૧૦૦ હોટેલોનું કામ હાથમાં લેવાનું પણ તેણે નક્કી કર્યું છે.

સ્ટારવૂડે ચીનમાં હોટેલ બિઝનેસમાં તેની કામગીરીનો આરંભ છેક ૧૯૮૫માં કર્યો હતો. એ વખતે તેણે પાટનગર બીજિંગમાં ધ ગ્રેટ વોલ શેરેટન હોટેલ શરૂ કરી હતી. આ ગ્રુપે સમગ્ર ચીનમાં આ વર્ષમાં અત્યાર સુધીમાં ૧૧ હોટેલો શરૂ કરી છે અને ૨૦૧૨ના અંત પહેલા વધુ ૧૩ શરૂ કરવા ધારે છે.

સ્ટારવૂડ ગ્રુપ હસ્તક દેખરેખ માટે મોખરે છે શેરેટન ચેનની હોટેલો. તેનો દાવો છે કે ૨૦૧૬ સુધીમાં ચીનમાં તેની માલિકીની હોટેલોનો આંક ૯૦ થશે. તે આ વર્ષમાં દાલીયન, ફુઝો અને મકાઉમાં હોટેલ શરૂ કરવાની છે.

શેરેટન માટે આ વર્ષ તેની સ્થાપનાનું ૭૫મું વર્ષ છે. આગામી સપ્ટેંબરમાં તે મકાઉમાં હોટેલ શરૂ કરવાની છે જે તેની અત્યાર સુધીની તમામ હોટેલોમાં સૌથી વિશાળ હશે.

શેરેટન મકાઉ હોટેલ, કોતાઈ સેન્ટ્રલમાં ૩૮૬૩ રૂમ્સ હશે અને તેનો બોલરૂમ ૧૧ બાસ્કેટબોલ કોર્ટ્સને ભેગી કરો એટલો વિશાળ હશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Travel