તાઈવાન ટાપુ પર કસીનો ચીનમાં ટૂરિઝમને વેગ આપશે

તાઈવાનના ટાપુ માત્સુમાં સૌપ્રથમ કસીનો શરૂ કરવા બહુમતી રહેવાસીઓએ તરફેણમાં મત આપ્યો છે. તેને પગલે અહીં કસીનો શરૂ કરવાની પ્રક્રિયા જોર પકડશે. કસીનો શરૂ થવાથી મુખ્યભૂમિ ચીનમાંથી મોટી સંખ્યામાં પર્યટકો માત્સુ તરફ આકર્ષાશે.

ચીનમાંથી પર્યટકોનો પ્રવાહ વધે તો માત્સુના અર્થતંત્રને બળ મળી શકે છે.

અમેરિકાસ્થિત લોબિંગ કંપની પાર્ક સ્ટ્રેટેજીઝના તાઈપેઈસ્થિત મેનેજિંગ ડિરેક્ટર અનિતા ચેન ગેમિંગ ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટ છે. તેમનું કહેવું છે કે તાઈવાનમાં કોઈ પણ સ્થળે કસીનો શરૂ કરવા માગતા લોકોનો મુખ્ય હેતુ ચીનમાંથી પર્યટકોને એમના ટાપુ પર આકર્ષિત કરવાનો છે.

માત્સુમાં કસીનો શરૂ કરવા દેવો જોઈએ કે નહીં? એ મુદ્દે તાજેતરમાં એક સર્વેક્ષણ કરાયું હતું જેમાં ૧,૭૯૫ જણે તરફેણમાં મત આપ્યો હતો અને ૧,૩૪૧ જણે વિરુદ્ધમાં. ૨૮ વોટ નકામા સાબિત થયા હતા. સર્વેક્ષણમાં પાત્રતા ધરાવતા લોકોને જ સામેલ કરવામાં આવ્યા હતા અને ટકાવારી ૪૦ ટકા હતી.

તાઈવાનના અન્ય ટાપુ પેન્ગુમાં કસીનો શરૂ કરવા માટે ૨૦૦૯માં આવો જ એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં બહુમતી લોકોએ વિરુદ્ધમાં મત આપ્યો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Travel