વસાહતીઓને રહેવા માટે દુનિયામાં સૌથી ખર્ચાળ શહેરોની યાદીમાં હજી પણ પહેલો નંબર ટોકિયોનો જ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે કર્મચારીઓની હેરફેરના ક્ષેત્રમાં સ્પેશિયલાઈઝ્ડ, ઈસીએ ઈન્ટરનેશનલ એજન્સીએ એક અભ્યાસ હાથ ધરીને રેન્કિંગ્સ તૈયાર કર્યા છે. એવા લેટેસ્ટ રેન્કિંગ્સમાં ચીનનું પાટનગર બીજિંગ મોટી છલાંગ લગાવીને ૨૦મા નંબર આવ્યું છે જે ૨૦૧૧ના સ્ટડી વખતે ૪૮મા નંબર પર હતું. તેણે આ માટે પેરિસને પાછળ ધકેલી દીધું છે.
પેરિસ ૧૩ સ્થાન નીચે ઉતર્યું છે અને ૨૧ પરથી ૩૪મા નંબર પર ફેંકાયું છે.
ટોપ-ટેનમાં જાપાનના શહેરોએ ચાર સ્થાન જમાવ્યા છે.
ઓસ્લો દ્વિતીય નંબર પર છે અને તે યુરોપનું સૌથી મોંઘું શહેર છે. આ યાદીમાં નોર્વેનું એક ઓર શહેરત, સ્ટાવેન્ગર પણ છે જ્યારે સ્વિટ્ઝરલેન્ડના ત્રણ શહેરોએ ટોપ-ટેનમાં સ્થાન મેળવ્યું છે.
ટોપ-20માં ઓસ્ટ્રેલિયાના ત્રણ શહેરો છે. (સિડની-૧૬, કેનબેરા-૧૭ અને એડીલેડ-૧૮).
અમેરિકાના ન્યૂ યોર્કનો નંબર ૪૦મો છે.
વસાહતીઓ રોજેરોજ જે ચીજવસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરતા હોય છે તેને ગણતરીમાં લઈને ઉક્ત એજન્સીએ આ યાદી તૈયાર કરી છે.
વસાહતી કામદારો માટે વિશ્વમાં સૌથી ખર્ચાળ એવા ટોચના ૧૦ શહેરોઃ
(૧) ટોકિયો – જાપાન
(૨) ઓસ્લો – નોર્વે
(૩) નાગોયા – જાપાન
(૪) લુઆન્ડા – અંગોલા
(૫) સ્ટાવેન્ગર – નોર્વે
(૬) યોકોહામા – જાપાન
(૭) જિનીવા – સ્વિટ્ઝરલેન્ડ
(૮) કોબે – જાપાન
(૯) ઝુરીક – સ્વિટ્ઝરલેન્ડ
(૧૦) બર્ન – સ્વિટ્ઝરલેન્ડ.



















