પરફેક્ટ બ્રાની ખરીદીમાં મદદરૂપ થાય છે નવા એપ્સ

એવું માલૂમ પડ્યું છે કે ૮૦ ટકા સ્ત્રીઓ ખોટી સાઈઝની બ્રા પહેરતી હોય છે. અમેરિકામાં સ્ત્રીઓનાં આંતર-વસ્ત્રો બનાવતી એક કંપનીએ તો ખાસ બ્રા ના શોપિંગ માટે આઈફોન અને આઈપેડ માટે એક અપડેટેડ એપ્લિકેશન શરૂ કર્યું છે – ધ નેટોરી બ્રા એપ.

આઈટ્યૂન્સ સ્ટોર મારફત આ એપ મફતમાં ઉપલબ્ધ છે. આ એપ યુઝર્સને એવી બ્રા શોધી આપવામાં મદદ કરે છે જે તેમની લાઈફસ્ટાઈલને અનુરૂપ હોય.

નેટોરી કંપનીનાં ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર જોઝી નેટોરીએ કહ્યું કે, ઘણાં ગ્રાહકો મને પૂછતા કે પરફેક્ટ બ્રા કેવી રીતે પસંદ કરવી? તેથી મેં આ એપ્લિકેશન ક્રીએટ કરવાનું નક્કી કર્યું જેથી સ્ત્રીઓને એવી બ્રા શોધવામાં આસાની રહે જે આરામદાયક હોય, બરાબર ફિટિંગમાં આવી જાય.

વ્યવસ્થિત રીતે ફિટ રહેતી, સપોર્ટિવ બ્રા પહેરવાથી સ્ત્રીની કાયા પાતળી પણ લાગે અને એમનાં વસ્ત્રો વધારે સરસ રીતે ફિટ રહે. દરેક દસમાંથી આઠ સ્ત્રી એવી બ્રા પહેરે છે જે ફિટ ન હોય, પણ હવે યોગ્ય બ્રા મળી શકવાથી એમની એ સમસ્યા દૂર થઈ ગઈ છે.

આ એપ્લિકેશનના યુઝર્સને એક્ટિવિટી, અટીટ્યૂડ અને બ્રાની સાઈઝ સંબંધિત કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાનાં હોય છે. ત્યારબાદ એમને બ્રા વિશે બે થી ત્રણ વિકલ્પનું સૂચન કરવામાં આવે છે અને એમની કરેક્ટ બ્રા સાઈઝ નક્કી કરવા માટે ‘ફાઈન્ડ યોર ફિટ’ કેલક્યૂલેટર ઉપર ક્લિક કરવાનું કહેવામાં આવે છે.

સૂચનવાળી બ્રા આઈફોન કે આઈપેડ દ્વારા નેટોરી ડોટ કોમવાળી લિન્ક મારફત ખરીદી શકાય છે અથવા ગ્રાહકો ઈમેલ દ્વારા પણ રિઝલ્ટ્સ મેળવી શકે છે જેથી તેઓ પાછળથી બ્રાની ખરીદી કરી શકે.

બ્રા-સંબંધિત અન્ય એપ્સ પણ છે જેમાંનું એક ટીએલએસનું ‘બ્રા-ફિટર’ છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Women