ફ્રેન્ડ્સ સાથે સેક્સનો આનંદ માણનારા ઘણાં છે, પણ એમાં તકેદારી રાખનારા ઓછાં છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ અમેરિકામાં ઉંમરની વીસી વટાવી ચૂકેલા એવા ૩૭૬ લોકોને સર્વેક્ષણમાં સામેલ કર્યા છે જેઓ કાં તો રાબેતા મુજબનો રોમેન્ટિક સંબંધ રાખનારાઓ છે અથવા પરસ્પર લાભ કરાવવામાં માનનારા છે. આ તમામે એમની રિલેશનશિપ વિશે એમને ઓનલાઈન પૂછાયેલા સવાલોના આપેલા જવાબના આધારે સર્વેનું તારણ કાઢવામાં આવ્યું છે.
સર્વેમાં જોડાનાર સ્ત્રી અને પુરુષ, એમ બંને સભ્યોએ કહ્યું કે તેઓ એમનાં સેક્સુઅલ પાર્ટનરને લગભગ ચારેક વર્ષથી ઓળખે છે.
તેમના પ્રતિસાદ પરથી એવી જાણકારી મળી કે સેક્સ શોખીનોના પારંપારિક ગ્રુપની સરખામણીમાં મિત્રતાના લાભમાં સેક્સ માણતા પાર્ટનરો કોન્ડોમ પર નિર્ભર રહેવાનું પસંદ કરે છે.



















