આવી રહ્યા છે વાઈરસ સામે રક્ષણ આપતા કોન્ડોમ્સ

Condomsટૂંક સમયમાં જ એવા કોન્ડોમ ઉપલબ્ધ થશે જેની પર વાઈરસ સામે રક્ષણ આપતું આવરણ હશે. નવા કોન્ડોમ પર એક સ્પેશિયલ જેલનું આવરણ હશે. આ કોન્ડોમનું લેબોરેટરીઓમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને તે વાઈરસ સામે ૯૯.૯ ટકા સુરક્ષિત હોવાનો નિષ્ણાતોએ દાવો કર્યો છે.

આ કોન્ડોમ એચઆઈવી, હર્પીસ વાઈરસ અને હ્યૂમન પેપિલોમેવાઈરસ (એચપીવી) સામે પણ સુરક્ષિત છે. આ કોન્ડોમ્સ સૌથી પહેલા ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ થશે. તે લાઈફસ્ટાઈલ્સ ડ્યૂઅલ પ્રોટેક્ટ બ્રાન્ડ હેઠળ વેચાશે.

વિવાજેલ નામના આ કોન્ડોમ્સ ઓસ્ટ્રેલિયાની ફાર્માસ્યૂટિકલ કંપની સ્ટારફાર્માએ ડેવેલપ કર્યા છે.

ઓસ્ટ્રેલિયાની વોલોન્ગોંગ યૂનિવર્સિટીના સંશોધકો એવા કોન્ડોમ બનાવી રહ્યા છે જેમાં લેટેક્સ નજરે ન પડે. તેમાં હાઈડ્રેજલ નામનું વોટર-બેઝ્ડ મટિરીયલ વાપરવામાં આવશે.

Filed in: Women


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”