સગર્ભાઓને ઓટિઝમના જોખમથી બચાવે ફોલિક એસિડ

વોશિંગ્ટન – એક અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે કે જે સ્ત્રીઓ ગર્ભાવસ્થાના પહેલા મહિનામાં ડોક્ટરે સૂચવ્યા મુજબના પ્રમાણમાં દરરોજ ફોલિક એસિડ લે તો એને થનાર બાળકને ઓટિઝમનો વ્યાધી થવાનું જોખમ ઘટી જાય.

અગાઉના સંશોધનમાં એવું માલૂમ પડ્યું હતું કે પ્રસૂતિ પૂર્વે ચોક્કસ માત્રામાં વિટામિન્સ લેવાથી ઓટિઝમના જોખમ સામે રક્ષણ મળે છે. હવે આ વખતના સંશોધનમાં વિજ્ઞાનીઓએ સ્પષ્ટપણે ફોલિક એસિડનું મહત્વ જણાવ્યું છે.

સંશોધકોએ અભ્યાસ પરથી જાણ્યું છે કે સ્ત્રીઓ જો ગર્ભાવસ્થાના પહેલા મહિના દરમિયાન દરરોજ સૂચવ્યા મુજબની માત્રામાં, એટલે કે ૬૦૦ માઈક્રોગ્રામમાં ફોલિક એસિડ લે તો તેને થનાર બાળક ઓટિઝમનો ભોગ બને એવું જોખમ ઘટી જાય.

યુએસ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેનશનના જણાવ્યાનુસાર, અમેરિકામાં આજે જન્મતા દર ૮૮ બાળકોમાંથી અંદાજે એક બાળકમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ વ્યાધી હોવાનું માલૂમ પડે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Women