પુરુષોને ‘પર-સ્ત્રી’થી દૂર રાખે છે ‘લવ હાર્મોન’

સ્ત્રીઓ એ વાતે હંમેશાં ચિંતિત રહેતી હોય છે કે એમનો પાર્ટનર પોતાની સાથે દગો તો નથી કરી રહ્યો ને. પરંતુ હવે સ્ત્રીઓની ચિંતા દૂર કરે એવા એક સમાચાર છે.

સીધા-સરળ પુરુષો તેમની જીવનસાથીઓને વફાદાર રહી શકે એ માટે તેમને સુંદર અને સેક્સ અપીલવાળી સ્ત્રીઓથી દૂર રાખવામાં ભાગ ભજવે છે ‘લવ હોર્મોન’ ઓક્સિટોસીન. આ શોધી કાઢ્યું છે, જર્મનીની બોન યુનિવર્સિટીના સંશોધકોએ. એક સર્વેક્ષણ કરાવીને સંશોધકોએ જાણ્યું છે કે આ હોર્મોન જ પુરૂષોને પરાયી સ્ત્રીઓ તરફ આકર્ષાતા રોકે છે.

સંશોધકોએ અજમાયશ દરમિયાન જે પુરુષોને ઓક્સિટોસીન નેસલ સ્પ્રેનો એક ડોઝ આપ્યો હતો તેઓ અન્ય પુરુષોની સરખામણીમાં અજાણી, આકર્ષક સ્ત્રીઓથી પોતાને લગભગ ૪ થી ૬ ઈંચ (૧૦-૧૫ સેંન્ટીમીટર) જેટલા દૂર રાખી શક્યા હતા.

રસપ્રદ વાત એ છે કે, આ સ્પ્રેની એવા પુરૂષો પર એવી કોઈ જ અસર ન થઈ જે કોઈ પ્રકારના સંબંધોમાં નહોતા. આ સર્વેમાં ૫૭ વિષમલૈંગિક પુરૂષોને સામેલ કરવામાં આવ્યાં હતાં. એકલા રહેતા પુરુષો પર ઓક્સિટોસીન સ્પ્રેની કોઈ અસર થઈ નહોતી. તેમની અને આકર્ષક સ્ત્રીઓ વચ્ચે રખાયેલા અંતર પર કોઈ પ્રકારનો ફરક જોવા મળ્યો નહોતો.

ઓક્સિટોસીન હોર્મોન વ્યક્તિમાં વફાદારી વધારવા માટે જાણીતું છે, એવું સંશોધક ડો. રેને હર્લમેનનું કહેવું છે.

“અભ્યાસનાં પરિણામ પરથી જાણવા મળ્યું છે કે, આ હાર્મોન પુરૂષોને પોતાનાં જીવનસાથી પ્રત્યે વફાદાર બનાવે છે.” આ રિસર્ચનાં પરિણામ અગાઉ કરવામાં આવેલા અભ્યાસનાં પરિણામ સાથે મળતા આવે છે. આગલા પરિણામમાં જાણવા મળ્યું હતું કે આ હાર્મોન દંપતિ વચ્ચેનાં સંબંધને વધારે મજબૂત બનાવે છે. આ હોર્મોન તથા એમનાં સંતાનો વચ્ચેના સંબંધને પણ ગાઢ બનાવતું હોવાનું તેમજ દંપતિ વચ્ચેની તકરાર ઘટાડી, પરસ્પર વિશ્વાસ વધારવામાં મદદરૂપ થતું હોવાનું જાણવા મળ્યું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Women