દગાબાજોનું હવે આવી જ બન્યું. નિષ્ણાતોએ એક એવું એપ્લિકેશન બનાવ્યું છે જેના દ્વારા તમે તમારા પાર્ટનરની છેતરપીંડીને પકડી શકશો.
કોકોરીકો નામનું આ સોફ્ટવેર યુઝર્સને તેમના પાર્ટનરની વિગતોમાં એન્ટર કરાવે છે જેથી તેઓ જાણી શકે છે કે એમનો પાર્ટનર કોઈ અફેર કરે છે કે નહીં.
આ એપ ૩૯ વર્ષના એક વેબ એન્જિનિયર મેવુના કુટોનીના ભેજાની ઉપજ છે. તેને ઓનલાઈન અથવા કોઈ એપ મારફત એક્સેસ કરી શકાય છે. કોકોરીકો દ્વારા તમે તમારા પાર્ટનરના ઈમેલ એડ્રેસ કે મોબાઈલ ફોન નંબર પરની વિગતો મેળવી શકો છો.
કુટોનીનનો દાવો છે કે એમની એક મિત્રનો પાર્ટનર બીજી સ્ત્રી સાથે સંબંધ રાખતો હતો એ જોઈને મને થયું કે આવા પુરુષની અનૈતિકતા બંને સ્ત્રી પાસે ઉઘાડી પડી જાય તો કેવું? અને તેના પરથી મને સર્વિસની રચના કરવાનું સૂઝ્યું. કોકોરીકો એક એવું સર્ચ એન્જીન છે જે અનૈતિક પ્રવૃત્તિઓને અંકુશમાં રાખે છે.



















