આજની સ્ટ્રેસફુલ લાઈફમાં યોગ તમામ બિમારી અને દુ:ખ દૂર કરવાનો એકમાત્ર એવો અક્સીર ઈલાજ છે જે વગર ખર્ચે પોસાય તેવો છે. યોગને પ્રાચિન કાળથી મહત્વ અપાયું છે. ડોક્ટર પણ યોગને કેન્દ્રસ્થાને ગણાવે છે.
યોગ તમામ માટે ઉપયોગી છે. તેમાંય સ્ત્રીઓ જો યોગ કરે તો તેમને ઘણી હદ સુધી લાભદાયી છે. યુએસની મિશીગન યુનિવર્સીટી દ્વારા એક અભ્યાસ હાથ ધરાયો હતો જેમાં એવું માલૂમ પડ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન જો સ્ત્રી યોગ કરે તો તેને ડીપ્રેશનનો સામનો કરવામાં મદદ મળે છે અને માતૃત્વ ધારણ કરવામાં તેને બળ મળે છે.
એક અભ્યાસ મુજબ ગર્ભવતી સ્ત્રીઓ ૧૨થી ૨૬ અઠવાડિયાની ગર્ભાવસ્થા દરમિયાન માનસિક તાણને વધુ અનુભવે છે. પરંતુ જો તે દરમિયાન યોગ કરવામાં આવે તો નિશ્ચિત રીતે તાણને દૂર કરી શકાય છે.



















