પાર્ટનર સાથે ચર્ચા કરો, સેક્સ લાઈફને મજબુત બનાવો

આજની તારીખમાં પણ ઘણાય એવા યુગલો છે જે સેક્સ લાઈફને સમજવામાં ભૂલ કરે છે. કેટલાય યુગલો આ વિષે ચર્ચા કરવાનું પણ ટાળે છે. કેટલાક શરમનાં માર્યા બોલતા નથી તો કેટલાકને ચર્ચા કરવી યોગ્ય નથી લાગતી. જો આપ પણ આમાના છો તો આપ ભૂલ કરો છો.

યુએસનાં ઓહાયો રાજ્યની ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે સેક્સ કરતા પહેલા જો તેની ચર્ચા કરવામાં આવે તો તેનાથી સબંધ મજબુત રહે છે. રિસર્ચ મુજબ જે લોકો સેક્સની વગર શરમે અને ખુલ્લા મને ચર્ચા કરે છે તેઓની સેક્સ લાઈફ સંતોષકારક રહે છે.

આ માટે એક રિસર્ચ કરવામાં આવ્યું, જેમાં ૨૦૭ લોકોને પસંદ કરવામાં આવ્યા. તેમાંથી ૮૮ ઉપસ્નાતકો જ્યારે ૧૧૯ અન્ય લોકોની ઓનલાઈન સાઈટ્સ પર સેક્સ વિષે ચર્ચા કરવામાં આવી. આ તમામ લોકોમાં જેમને સેક્સ વિષે સમજણ છે અને જેમને નથી તેવા બંને પાત્રો સાથે ચર્ચા કરાઈ જેમાં એ તારણ આવ્યું કે વાતચીત કર્યા વગર જો સેક્સ કરવામાં આવે તો તે આનંદને મારી નાંખે છે. તેની સામે જો ચર્ચા કરીને સેક્સ કરવામાં આવે તો યુગલો એકબીજાને સમજે પણ છે અને તેનો આનંદ પણ ઉઠાવે છે. આમ તેમની સેક્સ લાઈફ વધુ મજબુત બને છે.

 

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Women