મહિલાઓ માટે સેક્સ પિલને યુએસ એફડીએનો ઈનકાર

સ્ત્રીઓની સેક્સ ભૂખને ઉત્તેજિત કરતી હોવાનો દાવો કરતી સૌપ્રથમ તબીબી ગોળીઓને માન્યતા આપવી કે નહીં એ વિશે અમેરિકાના નિષ્ણાતોએ હાલમાં જ વિસ્તૃતપણે ચર્ચા કરી છે. આ ગોળીને કમર્શિયલ માર્કેટમાં મૂકવા માટે તેની જર્મન ઉત્પાદક કંપની ક્યારની દબાણ કરી રહી છે.

ઉત્પાદક બોહરીંગર ઈન્જેલીને તેની ગુલાબી રંગની ગોળી સુરક્ષિત અને અસરકારક છે એવું યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની સમિતિના સભ્યોને ખાતરી કરાવવાની પૂરી કોશિશ કરી હતી.

એફડીએ સામાન્ય રીતે આ સમિતિની સલાહને અનુસરે છે. જો કે કાયદાની રીતે એ બંધનકર્તા નથી.

ઉત્થાનની સમસ્યાવાળા પુરુષોમાં સેક્સ પાવર વધારતી ગોળી વાયેગ્રા ઘણી પોપ્યૂલર થઈ છે. તેથી હવે તેની ફીમેલ ડ્રગ, ફ્લીબેન્સેરીન બનાવવામાં આવી છે જે ઘટી ગયેલી સેક્સ ઈચ્છાવાળી પ્રી-મેનોપોઝ સ્થિતિની મહિલાઓના બ્રેઈન કેમિકલ્સને સતેજ કરતી હોવાનો ઉત્પાદકોનો દાવો છે.

ફાર્માસ્યુટિકલ કંપનીઓનું માનવું છે કે ૧૯૯૮માં માર્કેટમાં લોન્ચ કરવા માટેની પરવાનગી મળ્યા બાદ વાયેગ્રાએ અભૂતપૂર્વ સફળતા મેળવી હોવાથી તેની ફીમેલ ડ્રગની સંભવિત માર્કેટ બે અબજ ડોલરની છે.

યુએસ એફડીએનું કહેવું છે કે, બે ક્લિનિકલ ટ્રાયલ્સના અવલોકન મુજબ, ફ્લીબેન્સેરીન દવા સ્ત્રીઓમાં કામેચ્છા સુધારી શકે છે એવું સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે. એચએસડીડી (હાઈપોએક્ટિવ સેક્સ્યુઅલ ડિઝાયર ડિસઓર્ડર)ની સારવારમાં પણ આ દવા અસરકાર જણાઈ નથી. વળી, ફ્લીબેન્સેરીન મહિલાઓમાં ડીપ્રેશન કે ચક્કર જેવી આડઅસરો લાવી શકે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Women