ફિટનેસની શોખીનોએ સ્પોર્ટ્સ બ્રા માટે કાળજી લેવી જરૂરી

એક્સરસાઈઝ કરતી વખતે કે કોઈ સ્પોર્ટ્સ રમતી વખતે સ્ત્રીઓ સ્પોર્ટ્સ બ્રા પહેરે એ તેમને માટે કમ્ફર્ટેબલ છે એટલું જ નહીં, ઉચિત અને હિતકારી પણ છે. તે પહેરવાથી એમની બ્રેસ્ટને રક્ષણ મળે છે, તે બાઉન્સિંગ નહીં થાય અને તેમાંના કોષ શિથિલ નહીં થાય.

સ્પોર્ટ્સ બ્રાની ખરીદી વખતે તમારે એ ધ્યાનમાં રાખવું પડે કે તમે કઈ રમતમાં ભાગ લેવાના છો. રનિંગ અને એરોબિક્સ જેવી હાઈ-ઈમ્પેક્ટ રમતો માટે હાઈ-ઈમ્પેક્ટ બ્રા જોઈએ જેનાથી તમારી બ્રેસ્ટ બરાબર પ્લેસમાં અને શેપમાં રહે. સાઈક્લિંગ અને યોગાસન વખતે પણ તમારી બ્રેસ્ટને યોગ્ય સપોર્ટ મળવો જોઈએ. એ વખતે એવી બ્રા પહેરવી જોઈએ જેનાથી તમારા હાથ અને ખભા સંપૂર્ણ રીતે ઘૂમી શકે.

યોગ્ય સ્પોર્ટ્સ બ્રાની પસંદગી માટે કોઈ સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જોઈએ. ખાસ કરીને મોટી સાઈઝ કે હાર્ડ-ટુ-ફિટ સાઈઝની બ્રેસ્ટ હોય તો.

યોગ્ય સ્પોર્ટ્સ બ્રા પસંદ કરવાની અમુક ટિપ્સઃ

૧. તમારી સાઈઝ યોગ્ય રીતે ચકાસી લો. સ્પોર્ટ્સ બ્રા વધારે પડતી ટાઈટ ન હોય તે જરૂરી છે.

૨. તમારી બ્રેસ્ટને બાઉન્સ થતી રોકવા એને બ્રામાં કન્ટેઈન કરવાની જરૂર છે. જો અન્ડરવાયર હોય તો એટલી કાળજી લેવી કે એના કપ્સ વધારે પડતા રીન્કલ્ડ કે મોટા ન હોય.

સ્ટ્રેપ્સને યોગ્ય રીતે એડજસ્ટ કરો. એ કમ્ફર્ટેબલ લાગવા જોઈએ.

૩. બાઉન્સની ચકાસણી કરવા બ્રા પહેરીને જમ્પ કરો. થોડુંક દોડી જુઓ. એવી ટ્રાયલ લેવી જરૂરી છે. ટેનિસ પ્લેયરોએ ખાસ કાળજી રાખવી કે એમના હાથ મુક્ત રીતે ફરી શકવા જોઈએ. એવી જ રીતે એરોબિક્સની શોખીનોએ ધ્યાન રાખવું કે એમના ખભાની મૂવમેન્ટ જરાય અટકે નહીં.

૪. બ્રા ઉપર શર્ટ પહેરો. આનો હેતુ સપોર્ટ અને સ્ટાઈલ, બંને માટેનો છે.

૫. સ્પોર્ટ્સ બ્રા લાંબું ટકતી નથી. ૩૦-૪૦ વોશ બાદ એ બદલી નાખવી જોઈએ. આવી બ્રાને ધોયા બાદ ટમ્બલ ડ્રાઈંગ કરવાનું ટાળવું, કારણ કે એની ગરમીથી બ્રાના ફેબ્રિકને નુકસાન થઈ શકે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Women