લાલ વસ્ત્રો પહેરેલી મહિલા વેઈટરોને ટિપ વધારે મળે છે

રેસ્ટોરાંઓમાં જે મહિલા વેઈટરો લાલ રંગનાં વસ્ત્રોમાં સજ્જ હોય છે તેમને અન્ય રંગનાં કપડાં પહેરેલી વેઈટરોની સરખામણીમાં પુરુષ ગ્રાહકો તરફથી ૨૬ ટકા વધારે ટિપ મળે છે એવું એક નવા અભ્યાસના તારણ પરથી માલૂમ પડ્યું છે.

હોસ્પિટેલિટી એન્ડ ટૂરિઝમ રીસર્ચ સામયિકમાં પ્રકાશિત કરાયેલા એક અભ્યાસના તારણ મુજબ, પુરુષ ગ્રાહકોની સરખામણીમાં મહિલા ગ્રાહકો લાલ રંગના વસ્ત્રો પહેરેલી વેઈટરોને એટલા જ પૈસાની બક્ષિસ આપે છે જેટલી તે સામાન્ય રીતે દેતી હોય છે.

સંશોધકોએ ફ્રાન્સની પાંચ રેસ્ટોરાંઓમાં ૧૧ વેઈટ્રેસોને જુદા જુદા કલરનાં ટી-શર્ટ પહેરાવીને સર્વિસમાં મૂકી હતી. બાદમાં એમણે ૭૨૨ ગ્રાહકોનું નિરીક્ષણ કર્યું હતું. વેઈટ્રેસોને એક અઠવાડિયા સુધી એક જ પ્રકારનું ટી-શર્ટ કાળા, સફેદ, લાલ, બ્લુ, લીલા અને પીળા, એમ જુદા જુદા રંગમાં પહેરવા કહ્યું હતું.

વેઈટ્રેસોને કહેવામાં આવ્યું હતું કે એમણે ગ્રાહકો પ્રત્યે રાબેતા મુજબનો જ વ્યવહાર રાખવો અને જોવું કે દરેક ગ્રાહક તરફથી એમને કેટલી ટિપ મળે છે.

સંશોધકોને માલૂમ પડ્યું કે પુરુષ ગ્રાહકો લાલ કપડાં પહેરેલી વેઈટ્રેસને ૧૫-૨૬ ટકા જેટલી વધારે ટિપ્સ આપે છે જ્યારે મહિલા ગ્રાહકો પર વેઈટરોનાં વસ્ત્રોનાં રંગોનો કોઈ પ્રભાવ પડ્યો નહોતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Women