પાર્ટીના ઓવરડોઝ બાદ સવારે લો સુંદરતાની સંભાળ

CourtesyNykaa.com

આહ. પાર્ટીમાં શેમ્પેનના વધુપડતા ગ્લાસ ગટગટાવ્યા હોય કે વધુપડતું ચીઝ ઝાપટ્યું હોય અને ઉજાગરો કર્યો હોય એની મુશ્કેલીઓ તો પાર્ટી પૂરી થઈ ગયા પછી જ આવતી હોય છે. પાર્ટીના બીજા દિવસે વ્યક્તિ સાવ નિરસ બની જતી હોય છે. સૌથી વધારે બૂરી હાલત ત્વચા અને વાળની થાય. આખા દિવસનો જે મેકઅપ કર્યો હોય એ તમારી ત્વચા પર ત્રાસ વર્તાવાનો જ. તમારા વાળને જે રીતે કર્લિંગ કર્યા હોય, ક્રિમ્પિંગ કર્યા હોય, સીધા કર્યા હોય અને  ભરચક રીતે હેર સ્પ્રે કર્યું હોય એને કારણે તમારા વાળ નિસ્તેજ તો થવાના જ.

તો આ સ્થિતિમાં છોકરીઓએ શું કરવું જોઈએ? સ્વાભાવિક રીતે જ, સંપૂર્ણ બ્યુટી ડીટોક્સ કરાવવું જોઈએ, જેમાં દરેક પ્રકારના મેકઅપને અને હીટ-સ્ટાઈલિંગ પ્રોડક્ટ્સને દૂર કરવામાં આવે છે, તમારી ત્વચા અને વાળમાં પોષક દ્રવ્યો પૂરતાં પ્રમાણમાં નાખીને એમને ફરી ચેતનવંતા કરવામાં આવે છે.

શરૂઆત ક્યાંથી કરવી એની ખબર નથી પડતી? તો અહીં અમે પ્રસ્તુત કરીએ છીએ તમારા વાળ અને ત્વચાને ઝેરી તત્વોથી આસાનીથી મુક્ત કરાવવા માટેનું માર્ગદર્શન. વાંચો અને જાણો વાળ અને ત્વચાની કાળજી કેવી રીતે લેવી તે વિશે.


સવારે ૧૦ વાગ્યેઃ સૌથી પહેલાં શક્તિવર્ધક ગેટરેડ લો. ત્યારબાદ વીતેલી રાતથી તમારા ચહેરા પર જામી ગયેલો કચરો દૂર કરો. માયસેલર વોટરની બોટલ લો અથવા આપણું નાળિયેરનું તેલ લો. ત્યારબાદ કોઈ સારું એક્સફોલિએટર લગાડો જેથી ત્વચામાં લોહીનું પરિભ્રમણ સુધરશે અને કોષોમાં સ્ફૂર્તિ લાવશે.

સવારે ૧૦.૩૦ વાગ્યેઃ હાઈડ્રેશન કરો. ત્વચાનું ટોનિંગ કર્યા બાદ એની પર વિટામીન-C ધરાવતું કોઈ પૌષ્ટિક સીરમ લગાડો જેથી ત્વચાની સુસ્તી દૂર થાય. હાયલ્યુરોનિક એસિડસભર કોઈ ક્રીમ લગાડો જેથી શુષ્ક થઈ ગયેલી ત્વચામાં ફરી તાજગી આવે.

સવારે ૧૦.૪૫ વાગ્યેઃ ગઈ રાતનો પિઝ્ઝા ઝાપટી જવાનું મન થાય છે? રહેવા દો. એને બદલે પાલકની ઓમલેટ અને સાથે ગ્રીલ્ડ ટમેટાં ખાવ. ગ્રીન ટી પીવાનું ભૂલશો નહીં, જેથી તમામ ઝેરી પદાર્થો બહાર નીકળી જશે.

સવારે ‍‍૧૧.૩૦ વાગ્યેઃ માર્ટિની ખૂબ ગટગટાવ્યા બાદ આંખો લાલ થવાની જ. ઝડપી ઈલાજઃ ઠંડો ચમચો આંખો પર મૂકો જેથી તત્કાળ રાહત મળશે. બીજો રસ્તો એ છે કે કોઈ આયક્રીમ લગાડીને આંખો પર હળવે હાથે માલીશ કરો.

નાયકાની સલાહ છેઃ Kama Ayurveda Extra Virgin Organic Coconut Oil, Neutrogena Hydro Boost Water Gel


સવારે ૧૧.૪૫ વાગ્યેઃ ભરપૂર પાણી પીઓ. (બાલદી ભરીને, અમે કંઈ મજાક નથી કરતા).

બપોરે ૧૨ વાગ્યેઃ હવે સારું લાગે છેને? તો હવે તમારા વાળની કાળજી લેવાનો સમય થઈ ગયો છે. હૂંફાળું ઓલિવ ઓઈલ અથવા નાળિયેરનું તેલ લો અને માથામાં નાખી તમારી આંગળીઓનાં ટેરવા વડે તાલકા પર માલિશ કરો. પછી ગરમ ભેજવાળો ટુવાલ તમારા વાળ પર વીંટાળી દો અને તમારા વાળને પોષણ મળવા દો.

બપોરે ૧૨.૩૦ઃ આરામ કરો. નેટફ્લિક્સ જુઓ. તાજગી પ્રાપ્ત કરો. ગ્લાસ ભરીને છાશ પી નાખો.

બપોરે ૧.૧૫ વાગ્યેઃ સોરી છોકરીઓ, હજી બપોરે સૂવાનો સમય થયો નથી. કોઈ સલ્ફેટ-ફ્રી શેમ્પૂ અને કન્ડિશનર તમારા ખરાબ થઈ ગયેલા વાળને જીવંત કરી દેશે. સિગારેટના ધૂમાડા, આલ્કોહોલ અને પરસેવાને કારણે તમારા વાળ ખરાબ થઈ ગયા હશે.

બપોરે ૧.૪૫ વાગ્યેઃ થોડીક વધારે કાળજી લો અને ટુવાલ વીંટાળવાથી સૂકા થઈ ગયેલા તમારા વાળમાં કોઈ લીવ-ઈન હેર ક્રીમ લગાડો અથવા કોઈ પોષણદાયક સીરમ (જેમાં કેમેલિયા ઓઈલ હોય) લગાડો. વાળને એર ડ્રાય કરો. ગરમ સ્ટાઈલિંગ કરવાનું નથી.

નાયકાની સલાહ છેઃ Wella Professionals Fusion Intense Repair Mask, The Moms Co. Natural Protein Hair Detox For Hair Fall, Damage And Thinning Hair


બપોરે ૨ વાગ્યેઃ લંચ લઈ લો. ક્રીમવાળા પાસ્તા કે તેલયુક્ત ચાઈનીઝને બદલે બ્રાઉન રાઈસ, ગ્રિલ્ડ ચીકન કે સાંતડેલા શાકભાજી ખાવ જે પોષણદાયક હોય છે અને પચવામાં આસાન હોય છે.

બપોરે ૩ વાગ્યેઃ ઠીક છે, અમે તમને એકાદ ઝોકું ખાઈ લેવાની છૂટ આપીએ છીએ. એ પછી એક શીટ માસ્ક લો. અમારી સલાહ છે કે કોઈ ચારકોલ માસ્ક લો, એનાથી ઝેરી તત્ત્વો ઝડપથી દૂર થશે.

સાંજે ૪ વાગ્યેઃ ભૂખ લાગી છે? થોડાક સીંગદાણા ખાવ અથવા એક ગ્લાસ કોઈ શાકભાજીનો રસ પીઓ. ભૂખ દૂર થઈ જશે.

સાંજે ૫ વાગ્યેઃ બહાર નીકળીને થોડુંક ચાલો અથવા કોઈક પાવર યોગા કરો જેથી પરસેવો થશે અને ઝેરી તત્ત્વો બહાર આવી જશે. તમારી ત્વચાને રાહત થશે. ચોક્કસ.

નાયકાની સલાહ છેઃ Dermal Charcoal Collagen Essence Mask, True Elements Raw Chia Seeds


સાંજે ૬.૩૦ વાગ્યેઃ તમારે probiotics લેવાની જરૂર છે. એક કપ ગ્રીક યોગર્ટ ખાવ, એનાથી પાચનશક્તિ સુધરશે અને ફૂલી ગયેલું પેટ ઘટી જશે.

રાતે ૮ વાગ્યેઃ ડિનર લઈ લો એ પછી, અમારી સલાહ છે કે મલ્ટી-વિટામીન્સ અને Omega-3 ફેટ્ટી એસિડ્સ સપ્લીમેન્ટ્સ લો જેથી તમારી ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય વધે.

રાતે ૯ વાગ્યેઃ ત્વચા અને વાળ માટે નાઈટકેપ? હા, પ્લીઝ! તમારો નિત્ય ક્રમ પતી જાય એ પછી મુલાયમ સીરમ લગાવો જેથી તમારી ત્વચાના મૃત કોષોને દૂર કરશે. એની પર નાઈટ ક્રીમ લગાડો જે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરશે, ત્વચાના ટોનને ઉજળો બનાવશે. કોઈક લીવ-ઈન નાઈટ માસ્ક લગાડવાનું પણ સરસ રહેશે.

રાતે ૧૦ વાગ્યેઃ વહેલા સૂઈ જાવ, જેથી સવારે વહેલા ઊઠાય… બોનસ ટીપઃ તમારા વાળ સુંવાળા રહે અને એના ગુંચળા ન વડે એટલા માટે તકિયા પર કોઈક સિલ્કનું કવર ચડાવો.

નાયકાની સલાહ છેઃ MuscleXP Biotin Hair, Skin & Nails Complete MultiVitamin – 60 Tablets, Makeup Revolution Skin Gentle Night Peeling Serum – Quinoa Night Peel