|
સતી શાપ દે નહિ અને શંખણીનો લાગે નહિ
|
જે ખરેખર સતી સ્ત્રી હોય, તે કદાપિ કોઈનું બૂરું ઇચ્છતી નથી કે કરતી નથી. અને જે બૂરું ઇચ્છે કે કરે, તે સતી હોઈ જ શકે નહીં. ભલા માણસોના વચનની જેવી અસર થાય છે, તેવી દુષ્ટ માણસોના વચનની અસર થતી નથી.

આમ, ભલી વ્યક્તિ પોતાની ભલાઈ ક્યારેય છોડતી નથી. તે કોઈનું પણ બૂરું ઇચ્છતી નથી અને કદાચ કોઈ અગવડ કે અન્યાય થયો હોય તો પણ નારાજ થઈને શાપ આપતી નથી. આ સંદર્ભમાં ‘સતી શાપ દે નહિ અને શંખણીનો લાગે નહિ’ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)






