પાણીમાં રહેવું ને મગર સાથે વેર

 

પાણીમાં રહેવું ને મગર સાથે વેર

 

મગર પાણીમાં રહે છે. જ્યાં સુધી પાણીમાં હોય મગર હાથીને પણ માત આપી શકે છે. આમ, પાણીમાં મગર એક રીતે કહીએ તો ખૂબ બળવાન અને બીજી રીતે કહીએ તો ભયંકર પ્રાણી છે. જે કોઈ જળચર જીવે પાણીમાં રહેવું હોય તેને મગર સાથે વેર કરવાનું પાલવે જ નહીં.

જો એવું કરે તો સરવાળે નુકસાની વેઠવાનો અને ક્યારેક જાન ગુમાવવાનો વારો આવે.

આમ, જ્યાં રહેતા હોઈએ ત્યાંના સત્તાધીશ અથવા દુર્જન બેમાંથી એકેય સાથે વેર ન રખાય. દુર્જનને નવ ગજના નમસ્કાર કરીને ચાલવું જોઈએ એવું આ શ્લોકમાં કહ્યું છે.

दुर्जनः प्रथमं वन्दे सज्जनं तदनन्तरम्

मुखप्रक्षालनात्पूर्वं गुदप्रक्षालनं यथा

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)