હામ, દામ ને ઠામ બધુંય હોવું

 

હામ, દામ ને ઠામ બધુંય હોવું

 

હામ એટલે હિંમત, સાહસવૃત્તિ.

દામ એટલે નાણાં, લક્ષ્મી.

અને ત્રીજું ઠામ એટલે વાસણ અથવા ઠેકાણું (દુકાન/ઓફિસ).

કોઈપણ ધંધો અથવા વાણિજ્યિક પ્રવૃત્તિ કરવી હોય તો આ ત્રણેય વસ્તુઓ સાહજિક રીતે તમારી પાસે હોવી જોઈએ.

આ ત્રણેય વેપાર-વણજ અને ધંધા-રોજગાર માટેની પાયાની જરૂરિયાતો હોવાથી જેની પાસે આ ત્રણેય હોય, તેને સુસજ્જ અથવા સમૃદ્ધ કહી શકાય. આ અર્થમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)