ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે ?

 

ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે ?

 

 

ખાખરો એટલે પલાશ (કેસૂડો). એનાં ફૂલ સરસ મજાનાં લાલચટ્ટક હોય. પણ એમાં કોઈ સ્વાદ કે સોડમ હોય નહીં. આ કારણથી ખાખરા ઉપર રહેતી ખિસકોલી સ્વાભાવિક રીતે જ સાકરના મધુર સ્વાદથી પરિચિત ન હોય.

ક્યારેય અનુભવ ન હોય અને ક્યારેય કોઈ સારી વસ્તુ જોઈ પણ ન હોય તેવો વ્યક્તિ કોઈ સારી વસ્તુ અથવા પકવાનનો દોષ કાઢે.

નિંદા કરે ત્યારે એને અનુભવ જ નથી એટલે આવા સ્વાદ અથવા આનંદની ખબર ક્યાંથી હોય.

એ સંદર્ભમાં ‘ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે’ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)