કમળ કિચડમાં જ ખીલે

 

કમળ કિચડમાં જ ખીલે

કમળનું બીજું નામ પંકજ છે. પંક એટલે કાદવ અને કાદવમાં જે જન્મે તે પંકજ, એટલે કે કમળ. આમ, કાદવની ગંદકીમાં જન્મવા છતાં કમળમાં લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુ તથા ભગવાન શિવની પૂજામાં પણ વપરાય છે. કાદવમાં જન્મ્યા છતાં કમળ હંમેશાં ઊર્ધ્વગતિ પામે છે.

બરાબર એ જ રીતે, અયોગ્ય અથવા કુસંસ્કારી વ્યક્તિના ઘરે જન્મેલું બાળક પણ પૂર્વજન્મના સંસ્કારો, ઈશ્વરની કૃપા અથવા ભક્તિના પ્રભાવથી મહાન બની શકે છે. જેમ વાલિયા લૂંટારો મહર્ષિ વાલ્મીકિ બન્યો અને અંગુલિમાલ જેવા કુખ્યાત લૂંટારા પણ ભગવાન બુદ્ધના ઉપદેશથી બૌદ્ધ સાધુ બન્યા.

આ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)