પાંચ આંગળીઓ સરખી ન હોવી

 

પાંચ આંગળીઓ સરખી ન હોવી

આપણા હાથમાં પાંચ આંગળીઓ હોય છે, એટલે તેને પંજો કહેવાય છે. (વાસ્તવમાં ચાર આંગળીઓ અને એક અંગૂઠો.) આ પાંચેય આંગળીઓ નાની-મોટી હોય છે. અંગૂઠો તો વળી સાવ જુદો પડે છે.

આ ઉદાહરણ આપીને ઉપરોક્ત કહેવત થકી સમજાવવામાં આવ્યું છે કે બધા માણસો એકસરખા સ્વભાવ, વિચાર કે હોશિયારીવાળા હોતા નથી.

દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક ખામી કે ખૂબી હોવાની જ.

 

 

સંસ્કૃતમાં કહ્યું છે કે, ‘તુણ્ડે તુણ્ડે મતિર્ભિન્ના, કૂપે કૂપે નવું જલમ્.’ એટલે કે દરેક વ્યક્તિની વિચારસરણી અને બુદ્ધિ અલગ હોય છે, જેમ કૂવો બદલાય તેમ તેના પાણીનો સ્વાદ પણ બદલાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)