સોનાની થાળીમાં લોઢાની મેખ
|
સોનું એક કિંમતી ધાતુ છે. તેમાંથી આભૂષણો બનાવવામાં આવે છે અને રાજા-મહારાજાઓ જેવા શ્રીમંત લોકો સોના-ચાંદીના વાસણોમાં ભોજન લેતા હતા.
અહીં ‘સોનાની થાળી’નો અર્થ અનેક સદગુણો, શક્તિઓ અને સિદ્ધિઓથી સમૃદ્ધ જીવન એવો થાય છે.

પરંતુ આવા ગુણોથી ભરપૂર જીવનમાં જો એક જ અવગુણ આવી જાય, અથવા ઉજ્જવળ કારકિર્દી પર કોઈ એક જ ઘટનાના કારણે કલંક લાગી જાય, તો તે સમગ્ર વ્યક્તિત્વને ઝાંખું પાડી દે છે. આવી પરિસ્થિતિનું વર્ણન કરવા ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




