|
પગમાં કાંટો વાગે તો ધરતીને ચામડે ન મઢાય
|
જે કાંઇ તકલીફ હોય તેમાંથી મુક્ત થવાની પ્રક્રિયા એ તકલીફ પ્રમાણેની જ હોઇ શકે. પગમાં કાંટો વાગે તો સરળમાં
સરળ ઉપાય છે જોડા પહેરવા એટલે કાંટો વાગવા સામે રક્ષણ મળે. એના માટે થઈને આખી ધરતીને ચામડેથી મઢી દેવા જેવું અશક્ય અને ખર્ચાળ કામ ન થાય.
આપણને તાપ લાગતો હોય, વીજળી ના હોય, તો સાદો હાથથી નાખવાનો પંખો અને વીજળી હોય તો વીજળીનો પંખો વાપરીને એમાંથી રાહત લેવાય. એના માટે બધાં ઝાડવાં હલાવી પવન પેદા ન કરાય. સુરજનો તડકો લાગતો હોય તો છત્રી ઓઢાય, એના માટે થઈને કાંઇ સુરજદાદાને ઢાંકી ન દેવાય.

આપણી આપત્તિનો એને યોગ્ય ઉપાય એટલે કે Appropriate Solution આપણે જ કાઢવું પડે. અને એ જ સફળ તેમજ કિફાયતી રહે. અશક્ય એવા ઉપાયોના શેખચલ્લી જેવા વિચારો કરવા કે એ માટે પ્રયત્ન કરવો મૂર્ખતા છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)


