|
ટાઢા પહોરની હાંકવી / ટાઢા પહોરના તડાકા
|
કોઈપણ પ્રકારના મોં-માથા વગરની વાત જાણે બિલકુલ સાચી હોય એ રીતે કરવી, નિરાંતના સમયે બધા ગપાટાં મારતા બેઠા હોય ત્યારે નવરાશમાં માત્ર સમય પસાર કરવા માટે એવી વાતો કરવી કે જેમાં સત્યનો કોઈ અંશ ન હોય.

માત્ર ગપ્પાં જ હોય, તેને ‘ટાઢા પહોરની હાંકવી’ અથવા ‘ટાઢા પહોરના તડાકા મારવા’ કહેવાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)







