|
ગોર ગાંધીનું સહિયારું |
ગોર મહારાજ લગ્નની વિધી કરાવે તે માટે કંકુ, ચોખા, નાડાછડી, સોપારી, અબીલ, ગુલાલ જેવી અનેક પ્રકારની સામગ્રીની જરૂર પડે છે, જે સામગ્રી ગાંધીની દુકાને મળે
છે. હવે જો ગોર અને ગાંધી સંપી જાય તો ગોર મહારાજ જે લિસ્ટ બનાવે તે જરૂરત કરતાં વધારે હોય અને છેવટે તો આ બધી સામગ્રી ગોર મહારાજ જ લઈ જતા જોય છે જે મોટા ભાગે ગાંધીના ત્યાં પાછી વેચી દઈ શકાય.

આ પરિસ્થિતીમાં ગોર અને ગાંધી બંને કમાય. સહિયારું એટલે કે ભાગીદારીવાળું. કોઈક એવી પરિસ્થિતી જેમાં એક પક્ષ બીજા પક્ષ સાથે જોડાઈને ત્રીજી વ્યક્તિ પાસેથી મહત્તમ ફાયદો ઉઠાવે, પેલા બંનેનું હિત એકમેક સાથે જોડાયેલું હોય તે સંયોગોના સંદર્ભમાં ‘ગોર ગાંધીનું સહિયારું’ એ કહેવત વપરાતી હોય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




