ગાય વાળે તે ગોવાળ

ગાય વાળે તે ગોવાળ

 

ગાયનું ટોળું ધણ કહેવાય છે. આ ધણને ચરાવવા માટે જંગલમાં અથવા ચરાગાહમાં લઈ જનાર વ્યક્તિ ગોવાળ કહેવાય છે. આ શબ્દમાં જ તેની કામગીરીનો અર્થ સમાયેલો છે – ‘ગો’ એટલે ગાય અને ‘વાળ’ એટલે વાળે અથવા હાંકીને લઈ જાય તે. ગાયોને કાબૂમાં રાખીને લઈ જવા-લાવવાનું કામ જે કરે, તે ગોવાળ કહેવાય.

પરંતુ માનો કે કોઈ કારણસર ગોવાળ હાજર ન હોય અને એવી સ્થિતિમાં બીજો કોઈ વ્યક્તિ ગાયોને હાંકી-વાળીને પાછી લઈ આવે, તો તે પણ ગોવાળનું જ કર્મ કરે છે એવો અર્થ થાય. સમયે જે કામ આવે, તે જ સાચો કાર્મિક અને કામ પાર પાડે, તે જ સાચો પદાધિકારી.

આ જ અર્થમાં કહેવત પ્રચલિત થઈ છેઃ ‘ગાય વાળે તે ગોવાળ.’

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)