ટ્વીટ્સ શેડ્યૂલ કરી શકાશે; હાલ પરીક્ષણ ચાલી રહ્યું છે

ભારત સહિત દુનિયાભરમાં લોકપ્રિય થયેલી માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સર્વિસ ટ્વિટર એના યૂઝર્સને શેડ્યૂલિંગની સુવિધાવાળું નવું ફીચર આપે એવી ધારણા છે.

હાલ ટ્વિટર તેના પસંદગીકૃત યૂઝર્સ માટે આ નવા ટૂલનું ટેસ્ટિંગ કરી રહી છે.

આને ‘એડિટ’ બટન ગણવાની ભૂલ કરવી નહીં.

જો બધું બરાબર રીતે પાર પડશે તો ટ્વિટર યૂઝર્સને એમના ટ્વીટ્સ શેડ્યૂલ કરવા માટે ટ્વીટડેક મળશે. ટ્વીટડેક પર તમે કોઈ પણ ટ્વીટને તમારી પસંદના સમયે અને તારીખે શેડ્યૂલ કરી શકશો.

આ ફીચર અગાઉ મેઈન ટ્વિટર વેબસાઈટ પર ઉપલબ્ધ નહોતું, પણ હવે ટ્વિટરે મેઈન વેબસાઈટ પર એનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે.

એવું કહેવાય છે કે શેડ્યૂલિંગ ફીચર દ્વારા પોતાનો યૂઝર બેઝ વધી શકશે એવી ટ્વિટરને અપેક્ષા છે.

હાલ આ ફીચરની અજમાયશ ચાલી રહી છે. ટ્વિટર આને ક્યારે રોલઆઉટ કરશે એ વિશે હજી સુધી કોઈ જાણકારી નથી, કે ઘોષણા કરાઈ નથી.

ટ્વિટર પર ટ્વીટને શેડ્યૂલ કરવા માટે ટ્વીટ ટાઈપ કરીને બોટમ બારમાં બતાવેલા 3 ડોટ પર ક્લિક કરવાનું રહેશે અને તારીખ તથા સમય ફીડ કરીને ટ્વીટને શેડ્યૂલ કરી શકાશે.