અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ માના ચરણોમાં શીશ નમાવ્યું

બનાસકાંઠા : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત સાત દિવસીય ભાદરવી પૂનમના મહામેળાનું શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં વિધિવત સમાપન થયું છે.મેળો સુચારુ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા આરોગ્ય, સુરક્ષા, મહાપ્રસાદ અને રહેવાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી.પૂનમના પાવન અવસરે મા અંબેના દર્શનાર્થે અંબાજી ધામ ખાતે ભક્તોનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું.છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રાજ્યભરમાંથી તેમજ દેશ-વિદેશથી લાખો માઇભક્તો પગપાળા અને સંઘો સાથે મા અંબાના ધામે પહોંચ્યા હતા. “જય અંબે” અને “બોલ મા અંબે, જય જય અંબે”ના નાદથી સમગ્ર ગબ્બર અને અંબાજી પરિસર ગુંજી ઊઠ્યું હતું.પૂનમની મહાઆરતી અને દર્શન સાથે આ વર્ષના ભાદરવી કુંભમેળાનું ભક્તિમય વાતાવરણ વચ્ચે સમાપન થયું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)