‘ભારત ભાગ્ય વિધાતા’નું ટ્રેલર આઉટ! કંગના સહિતના સ્ટાર્સે ઈવેન્ટમાં આપી હાજર

કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’નું ટ્રેલર આજે રિલીઝ થયું. મુંબઈમાં અંધેરી ખાતે કંગના રનૌતની હાજરીમાં ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં નિર્માતા જયંતિલાલ ગડા અને ડિરેક્ટર મનોજ તાપડિયા પણ હાજર હતાં.

‘ભારત ભાગ્ય વિધાતા’માં કંગના સિવાય અભિનેત્રી ગિરિજા ઓક, સ્મિતા તાંબે, સુહિતા થટ્ટે, આશા શેલાર, પ્રિયા બર્ડે, એશા ડે, રસિકા અઘાસે, અમૃતા નામદેવ, આદિત્ય મિશ્રા અને ઝાહિદ ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. તમામ અભિનેત્રીઓએ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી.

આ ફિલ્મ 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન કામા હોસ્પિટલમાં બનેલી સાચી ઘટનાઓ અને ત્યાંની નર્સોની બહાદુરી અને મહેનતની અકથિત વાર્તા કહે છે.

આ ફિલ્મ એ રાતનું વર્ણન કરે છે જ્યારે તબીબી કર્મચારીઓએ હોસ્પિટલની અંદર ફસાયેલા લગભગ 400 લોકોના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.

મનોજ તાપડિયા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત “ભારત ભાગ્ય વિધાતા” નું નિર્માણ પણ કંગના રનૌત દ્વારા પેન ઇન્ડિયા સાથે મળીને કરવામાં આવ્યું છે.

આ ફિલ્મ 12 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર તે ઇમ્તિયાઝ અલીની “મૈં વાપસ આઉંગા” સાથે ટકરાશે.

(તસવીર: દીપક ધૂરી અને માનસ સોમપુરા)