‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ ફિલ્મનું મુંબઈમાં ગ્રાન્ડ સ્ક્રીનિંગ યોજાયું હતું. ફિલ્મની સ્ક્રીનિંગમાં જાન્હવી કપૂર સહિત બૉલિવૂડના અનેક સ્ટાર્સ સામેલ થયા હતાં.

‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’માં ટોમ હોલેન્ડ ફરી સ્પાઈડર-મેન તરીકે પરત ફર્યા છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં ફ્રેન્ક કેસલ (ધ પનિશર) તરીકે જોન બર્ન્થલ, માર્ક રફાલો, સેડી સિંક, ટ્રેમેલ ટિલમેન અને માઈકલ મેન્ડો પણ શામેલ છે.મુંબઈમાં આ ફિલ્મનું ધમાકેદાર સ્ક્રીનિંગ યોજાયું હતું.

ટોમ હોલેન્ડની નવી ફિલ્મની ખાસ સ્ક્રીનિંગમાં જાન્હવી કપૂરથી લઈને દિવ્યેન્દુ શર્મા, અભિષેક બેનર્જી, કુબ્રા સૈત, દિવ્યા દત્તા, મહિમા મકવાણા, પૂજા ગોર અને અવનીત કૌર સહિત અનેક સેલેબ્સે હાજરી આપી.



તસવીર: માનસ સોમપુરા




