મુંબઈમાં મંગળવારે છઠ્ઠા વાર્ષિક ‘અર્થશોટ પ્રાઇઝ એવોર્ડ્સ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સમારોહમાં ભારત સહિત દુનિયાભરની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. બોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને ક્રિકેટ જગતના દિગ્ગજ અને બ્રિટનના શાહી પરિવારના સભ્યો સુધી સૌએ પોતાની હાજરીથી આ ઇવેન્ટને ખાસ બનાવી હતી. આવો જોઈએ, કઈ હસ્તી કયા અંદાજમાં જોવા મળી.

આલિયા ભટ્ટ
અર્થશોટ પ્રાઇઝ સમારોહમાં અભિનેત્રી આલિયા ભટ્ટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે બ્લેક અને ગોલ્ડન આઉટફિટમાં જોવા મળી હતી. તેના લુકમાં ખાસ આકર્ષણ તેના સુંદર ઝુમકા રહ્યા હતા.

પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરીન
આ સમારોહનું ખાસ આકર્ષણ બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ કેથરીન હતાં. પ્રિન્સ વિલિયમ બ્લેક આઉટફિટમાં જ્યારે કેથરીન ડાર્ક પિંક આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. બંનેની હાજરીએ સમારોહની શોભામાં વધારો કર્યો હતો.

સોનમ કપૂર
અભિનેત્રી સોનમ કપૂર ગ્રીન આઉટફિટમાં સ્ટાઇલિશ અંદાજમાં પહોંચી હતી. તેણે મેચિંગ જ્વેલરી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. કેમેરા સામે પોઝ આપતી વખતે તે ખુશમિજાજ જોવા મળી હતી.

ખુશી કપૂર
ખુશી કપૂર પણ આ સમારોહમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેણે ક્રીમ કલરનો ફિટેડ આઉટફિટ પહેર્યો હતો. તેની હેવી જ્વેલરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

મીરા કપૂર
અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર બ્લુ આઉટફિટમાં જોવા મળી હતી. તેના ગ્લેમરસ અંદાજે સમારોહમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું.

મૌની રોય
અભિનેત્રી મૌની રોય સ્લીવલેસ આઉટફિટમાં જોવા મળી હતી. તેણે કેમેરા સામે અલગ-અલગ પોઝ આપ્યા હતા.

કરણ જોહર
ફિલ્મમેકર કરણ જોહર પણ આ પ્રતિષ્ઠિત સમારોહમાં હાજર રહ્યા હતા. તેઓ પોતાના સ્ટાઇલિશ અંદાજમાં કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા.

સચિન તેંડુલકર પરિવાર સાથે પહોંચ્યા
ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર પણ પરિવાર સાથે સમારોહમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની દીકરી સારા તેંડુલકરે બ્લેક આઉટફિટમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
(તસવીરો: દીપક ધૂરી)






