મુંબઈ: ઇમ્તિયાઝ અલી (Imtiaz Ali) ની આગામી મ્યુઝિકલ લવ સ્ટોરી ‘મેં વાપસ આઉંગા’ (Main Vaapas Aaunga) ની ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ યોજાઈ… ટ્રેલર આઉટ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.
૧૯૪૭ના ભારત-પાકિસ્તાન ભાગલાના બેકગ્રાઉન્ડ પર બનેલી આ એક ઇમોશનલ અને હૃદયસ્પર્શી લવ સ્ટોરી છે. જેમાં પ્રેમ, વિરહ અને સરહદો પાર પાછા ફરવાના વાયદાની સફર જોવા મળશે.
‘અમર સિંહ ચમકીલા’ બાદ ફરી એકવાર ફિલ્મમાં દિલજીત દોસાંઝ (Diljit Dosanjh)ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી સાથે કામ કરતાં જોવા મળે છે. આ ઉપરાંત શરવરી વાઘ (Sharvari Wagh), વેદાંગ રૈના (Vedang Raina) અને દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
ફિલ્મમાં એ. આર. રહેમાન (A R Rahman)અને ઇરશાદ કામિલની જાદુઈ જોડી ફરી લોકપ્રિય ગીતો આપવા સજ્જ છે.
આ શાનદાર પીરિયડ રોમેન્ટિક ડ્રામા ૧૨ જૂન, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
(તસવીરો: માનસ સોમપુરા)




