ભારત દેશ આવતી 15 ઓગસ્ટે પોતાનો 74મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે ઉજવણી કાર્યક્રમ પૂર્વે 13 ઓગસ્ટ, ગુરુવારે સશસ્ત્ર દળોની ત્રણેય પાંખના ટ્રાઈ-સર્વિસ બેન્ડ્સનું ફૂલ ડ્રેસ રીહર્સલ કરવામાં આવી રહ્યું છે. એ દરમિયાન રાષ્ટ્રીય તિરંગો પણ લહેરાવવામાં આવ્યો છે. કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવાને ધ્યાનમાં રાખીને ઉજવણીને સીમિત રાખવામાં આવી છે.