દુનિયાભરમાં હજારો મૃત્યુ નિપજાવીને ખળભળાટ મચાવી દેનાર કોરોના વાઈરસના ભારતમાં વધુ ફેલાવાને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જનતા કર્ફ્યૂની હાકલને માન આપીને અમદાવાદમાં 22 માર્ચ, રવિવારે લોકોએ સ્વૈચ્છિક-સ્વયંભૂ બંધ પાડીને, દુકાનો-ઓફિસો, કામ-ધંધા બંધ રાખીને, સેલ્ફ-ક્વોરન્ટીન રૂપે પોતપોતાના ઘરની અંદર જ રહીને જોરદાર પ્રતિસાદ આપ્યો હતો. એને કારણે તમામ મુખ્ય માર્ગો, રસ્તાઓ-ગલીઓ, રેલવે સ્ટેશન, બસ મથકો સદંતર સૂમસામ જોવા મળ્યા હતા. માત્ર આવશ્યક સેવાઓને બાદ કરતાં કામકાજને લગતી તમામ પ્રવૃત્તિઓ તથા અવરજવર, વાહનવ્યવહારને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી.
(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)