બોલીવુડના સુલતાન સલમાન ખાને ફરી એકવાર પોતાની સ્ટાઇલથી ફેશન જગતમાં ધૂમ મચાવી દીધી. તાજેતરમાં જ તેમણે તેમના નજીકના મિત્ર અને પ્રખ્યાત ડિઝાઇનર વિક્રમ ફડણવીસના ભવ્ય ફેશન શોમાં શો સ્ટોપર તરીકે હાજરી આપી હતી.
આ ખાસ પ્રસંગ ફેશન ઉદ્યોગમાં વિક્રમ ફડણવીસના 35 વર્ષની ઉજવણીનો હતો. જેમાં સલમાન ખાન સહિત સોનાક્ષી સિન્હા, હુમા કુરેશી, સુનિલ શેટ્ટી, તાપસી પન્નુ અને સુષ્મિતા સેને હાજરી આપી હતી.
(ફોટો: દીપક ધૂરી)
