શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના સ્ટારર રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘કોકટેલ 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.મુંબઈમાં એક ઈવેન્ટમાં ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું.

લાંબા સમય સુધી રાહ જોયા પછી ફિલ્મ “કોકટેલ 2” નું ટ્રેલર આખરે આજે રિલીઝ થયું છે. આ ફિલ્મનું દિગ્દર્શન હોમી અડાજાનિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે 2012 ની સુપરહિટ ફિલ્મ “કોકટેલ” નું પણ દિગ્દર્શન કર્યું હતું.



ફિલ્મ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના સામેલ થયા હતાં.

કોકટેલ ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીએ અભિનય કર્યો હતો. જોકે, આ વખતે સિક્વલમાં સંપૂર્ણપણે નવી સ્ટાર કાસ્ટ છે. કોકટેલ 2 માં શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા છે.

ફિલ્મનું સંગીત પ્રીતમ દ્વારા આપવામાં આવ્યું છે અને ગીતો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. આ ફિલ્મ દિનેશ વિજન અને લવ રંજન દ્વારા નિર્મિત છે. “કોકટેલ 2” 19 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
(તસવીર: માનસ સોમપુરા)






