મુંબઈ ખાતે ભવ્ય કાર્યક્રમમાં સની દેઓલની ફિલ્મ ‘ઈક્કા’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ફિલ્મની સમગ્ર કાસ્ટ સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી હતી.

સની દેઓલની ફિલ્મ “ઇક્કા” નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાહકો ટ્રેલરને ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલરમાં સની દેઓલ પોતાના દમદાર અભિનયમાં જોવા મળે છે. આ ફિલ્મમાં સની દેઓલ અને અક્ષય ખન્ના ઉપરાંત દિયા મિર્ઝા, તિલોત્તમા શોમ અને સંજીદા શેખ પણ છે.


ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સની દેઓલ સહિત દિયા મિર્ઝા અને તિલોત્તમા શોમ હાજર રહ્યાં હતાં.


આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે નહીં.ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર 10 જુલાઈના રોજ રિલીઝ થશે.


(તસવીર: દીપક ધૂરી)




