મુંબઈ: મુંબઈના આઈએનએસ શિકરા (INS Shikra) ખાતે શનિવારે એક ભવ્ય ઔપચારિક ચેન્જ ઓફ કમાન્ડ પરેડ યોજાઈ.
આ દરમિયાન વાઈસ એડમિરલ સંજય વત્સાયને વેસ્ટર્ન નેવલ કમાન્ડના વડા તરીકેનો કાર્યભાર સત્તાવાર રીતે સંભાળી લીધો છે.
વાઈસ એડમિરલ સંજય વત્સાયને વાઈસ એડમિરલ ક્રિષ્ના સ્વામીનાથન પાસેથી આ મહત્વની જવાબદારી મેળવી હતી.
આ ખાસ પ્રસંગે નવનિયુક્ત કમાન્ડર વાઈસ એડમિરલ સંજય વત્સાયનને પરંપરાગત રીતે ‘ગાર્ડ ઓફ ઓનર’ (Guard of Honor) આપવામાં આવ્યું હતું.

વેસ્ટર્ન નેવલ કમાન્ડ એ ભારતીય નૌકાદળની સૌથી મહત્વપૂર્ણ કમાન્ડ ગણાય છે, જે દેશની પશ્ચિમી દરિયાઈ સરહદોની સુરક્ષા માટે જવાબદાર છે.
(તસવીરો – દીપક ધૂરી)






