મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઇફ AMC લિમિટેડ (ABSLAMC)એ 31 ડિસેમ્બર, 2025એ પૂરા થયેલા ત્રિમાસિક અને નવ મહિના માટેના અનઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. કંપનીની વાર્ષિક ધોરણે કામગીરી થકી આવક સાત ટકા વધીને રૂ. 4.8 અબજ ડોલર થઈ,હતી, જ્યારે કંપનીનો કરવેરા પહેલાંનો નફો 19 ટકા વધીને રૂ. 3.6 અબજ થયો છે અને કરવેરા પછીનો નફો 20 ટકા વધીને રૂ. 2.7 અબજ થયો છે. કંપનીની MF QAAUM 15 ટકા વધીને રૂ. 4432 અબજ થઈ છે, જ્યારે ઇક્વિટી MF QAAUM 11 ટકા વધીને રૂ. 1994 અબજ થઈ છે.
કંપનીની વ્યાવસાયિક કામગીરીની હાઇલાઇટ્સ
- 31 ડિસેમ્બરે પૂરા થતા સમયગાળામાં કંપનીની વૈકલ્પિક એસેટ્સ સહિત કુલ QAAUM 20 ટકા વધીને 31 ત્રિમાસિક ગાળા માટે રૂ. 4814 અબજ થઈ હતી. ABSLAMC મ્યુચ્યુઅલ ફંડની QAAUM 15 ટકા વધીને રૂ. 4432 અબજ થઈ હતી.
- ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની QAAUM 11 ટકા વધીને ત્રિમાસિક માટે રૂ. 1994 અબજ થઈ. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની મિક્સ ત્રિમાસિક ગાળા માટે 45 ટકાએ હતી.
- ડિસેમ્બર, 2025 માટે વ્યક્તિગત મન્થલી AAUM રૂ. 2119 અબજ હતી જ્યારે વ્યક્તિગત મિક્સ મ્યુચ્યુઅલ ફંડ AUM 48 ટકાએ રહી હતી.
- B-30 માસિક AAUM વાર્ષિક ધોરણે 12 ટકા વધીને ડિસેમ્બર, 2025માં રૂ. 770 અબજ થઈ હતી, જ્યારે B-30 મિક્સ મ્યુચ્યુઅલ ફંડ AUMમાં 3 ટકા રહી હતી.
- 31 ડિસેમ્બર, 2025એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ESIC મેન્ડેટ સહિત PMS/AIFની QAAUM 8 ગણી વધીને રૂ. 327 અબજ થઈ હતી, જે અગાઉ રૂ. 38 અબજ હતી. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક માટે ESIC મેન્ડેટની QAAUM રૂ. 273 અબજના સ્તરે હતી.
- 31 ડિસેમ્બર, 2025એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે પેસિવ QAAUM રૂ. 387 અબજના સ્તરે રહી હતી., જેમાં વાર્ષિક ધોરણે 28 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.
- 31 ડિસેમ્બર, 2025 સુધીમાં ABSLAMCએ 8 મિલિયન ફોલિયોનું સંચાલન કર્યું હતું.
- ડિસેમ્બર 2025 માટે માસિક SIP યોગદાન (STP સહિત) રૂ. 80 અબજના સ્તરે રહ્યું હતું, જેમાં 4.04 મિલિયન યોગદાન આપતા SIP એકાઉન્ટ્સ હતાં.
- 31 ડિસેમ્બર, 2025એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન અંદાજે 5,31,000 નવા SIPs (STP સહિત) નોંધાયાં હતાં.
- 93,000થી વધુ KYD-અનુરૂપ MFDs, 360 નેશનલ ડિસ્ટ્રિબ્યુટર્સ અને 90+ બેંકોને 310+ સ્થળો દ્વારા સેવા આપવામાં આવી હતી, જેમાંથી 80 ટકાથી વધુ સ્થળો B-30 શહેરોમાં છે.




